ગામનાં શેઠ નર્કમાં મળી ગયા. એકદમ નવાઈ લાગી કે તેઓ અહીંયા ક્યાંથી?

તેઓએ તો કોઈ દી કોઈનું ખોટું કયુઁ ન હતું, ખોટું ઈચ્છયું ન હતું. સારા કામો જ કયાઁ હતા. તેમના નિખાલસ સદાચાર, સદવિચાર અને સત્કમોઁને કારણે તેમની ખ્યાતિ ચારે બાજુ હતી, તેમ છતા તેઓ અહીં કેમ? એટલે શેઠને પુછ્યું કે તમે તો સ્વર્ગમાં હોવા જોઈએ. તેને બદલે અહીં નર્કમાં કેમ ???

શેઠ બોલ્યા : શેઠાણીને કારણે !!!

મેં પુછ્યું : શેઠાણીને કારણે?? એ કેવી રીતે??

શેઠ : હું મારી જિંદગીમાં ક્યારે ય ખોટું બોલ્યો નથી. બસ, એક શેઠાણી સામે બોલવું પડતું હતું.

મેં પુછ્યું : કંઈ ખબર ના પડી !?

શેઠ : શેઠાણી દરરોજ સવારે તૈયાર થઈને મને પુછતી કે હું કેવી લાગુ છું!

હસવાનું બંધ કરો, ઘણા બધા નર્કમાં જવાના છો.

--> -->