આજે સવારે પત્ની જોડે થોડી માથાકૂટ થઇ.. બપોરે ઓફિસમાં સાસુજીનો ફોન આવ્યો, મને ઠપકો આપવા માટે…
સાસુજી : કેમ મારી દીકરી પર તમે આટલો ગુસ્સો કરો છો… હૈં ?!!
મૈં કહ્યું : સાસુજી, તમે આટલા હસમુખા, શાંત, એકદમ સરળ સ્વભાવ અને પાછા એટલા જ હોશિયાર… તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી … અને, પાછી મને કહે છે કે હું મારી માં જેવી ઢીલી પોચી નથી કે તમારા દાબમાં રહું
સાસુજી : જો હવે મારી દીકરી બીજી વાર આવું નાટક કરે.. તો, મારી ચિંતા કર્યા વગર બે વળગાડી દેજો તમ તમારે !!